પિતા
પિતા
1 min
375
થાક ઘણો હતો ચહેરા પર પણ,
અમારી ખુશી માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે,
આંખમાં ઊંઘ હતી ઘણી છતાં પણ,
ચિંતામાં જાગતા જોયા છે,
તકલીફો ચારે બાજુથી હતી પણ,
હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે,
કોઈને તકલીફ વર્ણવતા ન હતા,
પણ અડધી રાતે ખુલી આંખે,
અમારા ભવિષ્યનાં સપના સજાવતા જોયા છે,
પાઈ પાઈ ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે,
એ ખુશી માટે પોતાના શમણાંઓ ને રોળતા જોયા છે,
પોતાની પસંદગીને નાપસંદ કરી,
અમારી પસંદગીને અપનાવતા જોયા છે,
વ્યક્તિ એક હતા પણ વિશેષતાઓ અનેક હતી,
પિતા સ્વરૂપે સર્જનહારને જોયા છે.
