સફળતા માટેનો પ્રયાસ
સફળતા માટેનો પ્રયાસ
શરૂઆત તો સારી થઈ હતી
મારા માટે અને બધા માટે.
મુશ્કેલી તો ઘણી હતી,
પણ જે થાય એ સારા માટે થાય.
તકલીફો કોને ન થાય પણ
અંતમાં બધુ સચવાય,
હાથ પર હાથ રાખી બેસી રહીએ
તો સમય વેડફાય.......
સફળતા તો ન જ મળે
અફસોસ થાય એ અલગ,
કશુંય વ્યર્થ ન જાત
જો થોડા પ્રયત્નો કર્યા હોત.
બધું જ આપણા હાથમાં છે
શરૂઆતથી લઈને અંત સુધી;
સમયનો સાચો ઉપયોગ થાય
તો નિષ્ફળતા ન આવે કદી.
આ બધા અનુભવે
મને આપી એ શીખ,
" સમય સાથે મહેનત કરીએ,
તો આપણી જ છે જીત ! "
પૂજા કલસરીયા
