સંસાર
સંસાર
1 min
158
સહેતા આવડી જાય,
તો... રહેતા પણ આવડી જ જાય છે..
મફતમાં તો કુદરતે પણ,
કાંઈ જ આપ્યું નથી,
એક શ્વાસ લેવા માટે પણ,
એક શ્વાસ છોડવો પડે છે.
એક જ ભવમાં અનેક અનુભવ કરાવતી જિંદગી...!
કિનારે પહોચવું એટલું સહેલું નથી,
અહીં સાગરના મોઢે પણ ફીણ આવી જાય છે.
મજબૂત થવાની મજા તો ત્યારેજ આવે,
જ્યારે આખી દુનિયા કમજોર કરવા જોર કરતી હોય.
ભણતી વખતે જેટલી પરીક્ષા નહોતી આવતી,
એટલી ભણી લીધા પછી આવે છે અને
એ પરીક્ષાનું નામ છે.
સંસાર.
