રોટલી
રોટલી
કાચના વાસણને સાચવવું પડે છે કારણ કે
એ હાથમાંથી છટકી જાય છે અને
નીચે પડે છે તો તૂટી જાય છે.
ખાખરાને સાચવવો પડે છે કારણ કે
એય હાથમાંથી છટકીને નીચે પડે છે
તો તૂટી જાય છે એટલું જ નહીં,
એને બેદરકારીથી ઉઠાવવામાં આવે છે,
તોય તૂટી જાય છે પણ એ
ખાખરો જે રોટલીમાંથી બને છે,
એ રોટલીની આખી વાત ન્યારી છે.
એની સાથે તમે ગમે તેવો વ્યવહાર કરો છો,
એ વળી જાય છે પણ તૂટી જવાનું નામ જ નથી લેતી. આ રોટલી આપણને એક જ વાત કરે છે.
'દોસ્ત'
આ તો સંસાર છે.
અહીં કલ્પી ન હોય એવી તકલીફો અને
કલ્પયાં ન હોય એવા કષ્ટો
જીવનમાં આવતા રહે છે.
મારે તને એટલું જ કહેવું છે કે
ઝૂકી જવું પડે તો ઝૂકી જજે,
વળી જવું પડે તો વળી જે પણ
મનથી તૂટી પડવાની ભૂલ તો તું ક્યારેય ન કરતો.
જીવન તારું મજબૂત બન્યું રહેશે.
