STORYMIRROR

Pooja Kalsariya

Others

4  

Pooja Kalsariya

Others

કરો નમન

કરો નમન

1 min
243

હતો કમનસીબ એ, સમય દેશના ભાગ્યનો,

બન્યાં જન ગુલામ ને, તિમિર કાળ સૌ રાજ્યનો,


વિદેશી જન પેસતાં, સભર માણસાઈ ગઈ,

ભલા ભારત ખંડની, છબી જ ધૂળધાણી થઈ,


કુસંપ વિખવાદથી ઘરકુટુંબ ભૂલી ગયાં,

પડી અસર એટલી ઘર છતાં પરાયાં થયાં,


અનીતિ સહ પેંતરા સફળ આદરી એમણે

કરી જનમભૂમિને ગજબ ખોખલી તેમણે,


સપૂત ત્રણ સાથ મોહન, વિવેક, ટાગોર જ્યાં, 

કસી કમર નીકળ્યા મદદમાં હતો દેશ ત્યાં,


ગયા હલબલી અને નિયમ જેલના આદર્યા, 

શહીદ બનવા પછી વમળ જેમ સૌ ઊભર્યા,


ગયો વિપત કાળ એ ગઈ દશા શહીદો થકી, 

કરો નમન એમને વતન નામના છે ટકી.


Rate this content
Log in