STORYMIRROR

Zalak bhatt

Tragedy

3  

Zalak bhatt

Tragedy

ઠગ

ઠગ

1 min
226

હું બેઠો બેઠકે ને એ ફરી 

ચાલ્યાં ગયાં !

વા'લા મને વ્હાલથી છેતરી 

ચાલ્યાં ગયાં,


એક લાગણીનો લીરો 

લઈ ફરતો’તો હાથે

એને પણ વિચારો 

વેતરી ચાલ્યાં ગયાં ?


ભાવનાનું ભાથું 

ભર્યું’તું મેં સાથમાં

એ બતાવી ને મને 

ટેકરી ચાલ્યાં ગયાં !


સાધનામાં સાવ 

સીધો સત્ત ને દ્વારે ગયો

તો સંતો સત્તા ને લઈ 

ખેતરે ચાલ્યાં ગયાં !


શોધતાં હું એમને જ્યારે 

પહોંચ્યો ઘર મહીં

તો કહે છે ઘર ત્યજી ને 

ભેખડે ચાલ્યાં ગયાં ?


સાચ શું ને જૂઠ શું? 

એ તો જાણે હરિ

હું જ બેઠો ને હરિ

હર એટલે ચાલ્યાં ગયાં !


ક્ષણમાં આવી પાસ 

મારાં કાનમાં એવું કહ્યું

તું આવ્યો થયું હાશ,ઘણાં 

આવી ફરી ચાલ્યાં ગયાં,


બંધ આંખે હું વિચારું 

છું રે’ કેવો ખાસ હું ?

ત્યાં જ ઠાકુર લગાવ 

લે’ કરી ચાલ્યાં ગયાં !


હું બેઠો બેઠકે ને 

હરિ ચાલ્યાં ગયાં

આજ, વા'લા વ્હાલ થી 

ફરી છેતરી ચાલ્યાં ગયાં !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy