એ છે સાચો પ્રેમ
એ છે સાચો પ્રેમ
જ્યારે કોઈ એવું હોય
જેના વગર જીવતા હોવા છતાં
શ્વાસ અટકી ગયા છે લાગે
એ છે સાચો પ્રેમ
જ્યારે કોઈ એવું હોય
જેનો અવાજ સાંભળી
શ્વાસ મળે
એ છે સાચો પ્રેમ
જ્યારે કોઈ એવું હોય
જેનું મોઢું જોયા વગર
રહી ન શકાય
એ છે સાચો પ્રેમ
જ્યારે કોઈ એવું હોય
જેનું દરેક ખરાબ વર્તન
સહન કરી જાવું
એ છે સાચો પ્રેમ
જ્યારે કોઈ એવું હોય
જેના કઈ જ કહ્યાં વગર
બધુજ સમજી જવું
એ છે સાચો પ્રેમ
જ્યારે કોઈ એવું હોય
જે કંઈ પણ કહે
એમાં એનો સાચો પ્રેમ દેખાવો
એ છે સાચો પ્રેમ
જ્યારે કોઈ એવું હોય
એ પાસે ન હોય ત્યારે
એનો ચહેરો દેખાયા કરવો
એ છે સાચો પ્રેમ
જ્યારે કોઈ એવું હોય
જેની જોડે આઘુ હોવા છતાં પાસ લાગે
જે હૃદયમાં બેઠેલ લાગે
એ છે સાચો પ્રેમ
જ્યારે કોઈ એવું હોય
જે આપણે વિચારીએ
કરચલીવાળા મોઢામાં પણ પ્યારું લાગશે
એ છે સાચો પ્રેમ
જ્યારે કોઈ એવું હોય
જેને તકલીફમાં
ન જોઈ શકાય
એ છે સાચો પ્રેમ
જ્યારે કોઈ એવું હોય
જેના ખરાબ સમયમાં
આગળ રહી સાથ નિભાવવો
એ છે સાચો પ્રેમ
જ્યારે કોઈ એવું હોય
જેને કારણે તમને ખબર પડે
શું છે સાચો પ્રેમ
એ છે સાચો પ્રેમ એ છે સાચો પ્રેમ.

