STORYMIRROR

Hetshri Keyur

Romance

3  

Hetshri Keyur

Romance

નવરંગ જીવન છે

નવરંગ જીવન છે

1 min
136

તારા પ્રેમના રંગે રંગાઈ 

નવરંગ જીવન છે,


તને નિહાળી મારા ચહેરે 

હર્ષ લાલી થાય

ત્યારે લાલ જીવન છે,


તારો મધુર અવાજ જ્યારે 

મારા કર્ણને સંભળાય

ત્યારે શાંત સફેદ જીવન છે,


તું અબોલા લઈ બેસે

તારા વિના શ્વાસ રોકાઈ જાય

ત્યારે કાળું જીવન છે,


તારા સંગાથે બે ડગલાં 

મારા પાય ચાલે

ત્યારે આકાશી સપના નીરખતું

આકાશી જીવન છે,


તું દુઃખમાં જ્યારે સાથે હોય

ત્યારે સૂકા ઝાડમાં પણ

પ્રાણ પુરાતા

લીલું જીવન છે,


તારા નયન જોઈ

દુનિયા ખોવાઈ જાય

ત્યારે ગુલાબી જીવન છે,


પ્રેમ મંઝિલ મેળવી

સેથીએ સિંદૂર રંગ પુરાય 

ત્યારે કેસરી જીવન છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance