STORYMIRROR

Hetshri Keyur

Romance

3  

Hetshri Keyur

Romance

હકથી હક માગવો

હકથી હક માગવો

2 mins
164

જ્યારે તમે વધારાની વ્યક્તિ છો,

એવો આભાસ થાય,

ત્યારે જરૂરી છે હકથી હક માગવો,


જ્યારે થાય તમારી જોડે જેમ તેમ વર્તાવ,

અને બીજી વ્યક્તિ જોડે સારો વર્તાવ,

ત્યારે જરૂરી છે હકથી હક માગવો,


જ્યારે તમારો થોડો પણ વાંક ન હોય,

તો પણ તમને મૂકી દેવામાં આવે,

બીજી વ્યક્તિને મૂકવામાં ન આવે,

 ત્યારે જરૂરી છે હકથી હક માગવો,


જ્યારે તમે મૂકી નહિ દે ને !

એ ડરથી સતત જીવો,

અને બીજી વ્યક્તિ એને ડરાવતી હોય,

ત્યારે જરૂરી છે હકથી હક માગવો,


જ્યારે પોતે સસ્તી વ્યક્તિ છે,

અને બીજી વ્યક્તિ માથા પર બેસાડવામાં આવે,

ત્યારે જરૂરી છે હકથી હક માગવો,


જ્યારે પ્રેમ છે તમને કહેવામાં આવે,

પરંતુ પ્રેમ તમે એકલાંજ નિભાવો,

સામેથી પ્રેમ બીજે નિભાવવામાં આવે,

ત્યારે જરૂર છે હકથી હક માગવો,


જ્યારે તમારી કદર ન હોય,

અને બીજી વ્યક્તિ મહત્વની હોય,

ત્યારે જરૂર છે હકથી હક માગવો,


જ્યારે વ્યક્તિ એવુંં માને,

 કે તમને તો ગમે તેમ રખાય બોલાય,

જ્યારે એજ બીજી વ્યક્તિ ને ગમે એવું કરે બોલે,

ત્યારે જરૂરી છે હકથી હક માગવો,


જ્યારે બીજી વ્યક્તિ માટે થઈ,

તમારી જોડે ગેરવ્યાજબી વર્તન થાય,

ત્યારે જરૂરી છે હકથી હક માગવો,


જ્યારે બીજી વ્યક્તિને માટે થઈ,

 તમારી જોડે પક્ષપાતભર્યું વર્તન થાય,

 ત્યારે જરૂરી છે હકથી હક માગવો,


જ્યારે તમારી પડી ન હોય,

બીજી વ્યક્તિને શું ગમે એજ કરવું પડશે,

 એજ વિચાર એના મગજમાં ચાલતો હોય,

 ત્યારે જરૂરી છે હકથી હક માગવો,


સાચો પ્રેમ બહુજ અનમોલ છે,

 તમે સાચો પ્રેમ કરો છો,

 છતાં તમારી કદર નથી,

 અને બીજી વ્યક્તિ પાસે જ જ્યારે વ્યક્તિ જાય,

ત્યારે જરૂરી છે હકથી હક માગવો,


સાચો પ્રેમ એ વ્યક્તિ તમને નથી કરતી,

આવી બધીજ વાતો પરથી,

 જ્યારે ખ્યાલ આવી જાય,

તમારી જોડે જ્યારે ન હોય, બીજી વ્યક્તિ જોડે હોય,

ત્યારે જરૂરી છે હકથી હક માગવો,


સાચો પ્રેમ નથી,

તો શા કારણથી કહ્યું કે સાચો પ્રેમ તને કરું છું,

 એ વ્યક્તિને એ પૂછવું,

એ કહેવાય છે હકથી હક માગવો,


મારી જોડે કેમ પક્ષપાત કરવામાં આવ્યો,

 મને કેમ વધારાની વ્યક્તિ ગણવામાં આવી,

મને ગુમાવવાનો ડર કેમ નથી પૂછવું

એ કહેવાય હકથી હક માગવો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance