STORYMIRROR

Hetshri Keyur

Romance

3  

Hetshri Keyur

Romance

મનાવી લેવું જોઈએ

મનાવી લેવું જોઈએ

1 min
372

જીવનસાથી રિસાઈ ગયેલ છે

તો મનાવી લેવું જોઈએ


ખાલી થોડુ પ્રેમથી મનાવી

પ્રેમના બે મીઠા વેણ બોલી લેવા જોઈએ

હક છે એનો રિસાવાનો

એ ખ્યાલ તમને હોવોજ જોઈએ


કઈ બાબતથી ખોટુ લાગ્યુ છે

ખ્યાલ તમને હોવો જ જોઈએ

જે વાતથી રિસાયેલ હોય

એવાત માટે એની પાસે માફી માગી લેવી જોઈએ


પ્રેમ કરે છે તમને માટે ખાલી

તમે એને પ્રેમ કરો છો કે નહિ

જાણવાની એની જીજ્ઞાશા હોય

એટલો ખ્યાલ હોવો જોઈએ તમને


તમે એનાજ છો ને !

એવો સવાલ એના અંતર મન મા હોય

એ જાણ હોવી જોઈએ તમને


બીજી વ્યક્તિ માટે થઈ

તમારા મનમાં લાગણી હોય

જીવનસાથી પર ન હોય

એ એનાથી સહન ન થાય

એમા એનો છલકાતો પ્રેમ દેખાવો જોઈએ તમને


નદી સાગરમાં મળે

પછી બીજી નદીએ સાગરમાં નજીક પણ આવે

એ પસંદ ન હોય  એ વાતથી

વાકેફ હોવા જોઈએ તમે


જીવન દોરી કપાઈ જાય

એ પહેલા તને ખુબજ પ્રેમ કરુ છુ

તું જીવન સાથી છે

એમ કેહવુ આવશ્યક હોય

જે ખરેખર હોય તો કેહવુ જોઈએ તમારે


 સાચો પ્રેમ અનમોલ છે

 એની જાણ હોવી જોઈએ તમને

જીવન સાથી પ્રેમ કરતુ નથી

જીવન સાથી માનતું નથી


એ ઘા તલવારથી પણ ઊંડા પડેલ હોય

એ વાત ગંભીર છે એ ખોટુ લાગેલ ગંભીર છે

એ સમજ હોવી જોઈએ તમને


અત્યંત બોલતી વ્યક્તિ હસતી વ્યક્તિ

સુન થઈ જાય લાશ થઈ ફરે

એનામાં પ્રાણ પૂરવા તમારા હાથમા છે

એ વાતની દરકાર હોવી જોઈએ તમને


એક મેક ને બોલ્યા વગર સમજી જવુ

એ વાતની જાણ હોવી જોઈએ તમને

જીવનસાથી રિસાઈ ગયેલ છે

એને મનાવી લેવું જોઈએ


Rate this content
Log in

Similar gujarati poem from Romance