STORYMIRROR

Hetshri Keyur

Romance

3  

Hetshri Keyur

Romance

જો તું કહી શક્યો હોત

જો તું કહી શક્યો હોત

2 mins
801

તું મને પ્રેમ કરે છે 

જો તું મને કહી શક્યો હોત......


મારા વગર જિંદગી તારી સૂની છે

જો તું મને કહી શક્યો હોત......


મારી જોડે વાત કરવા તું તડપે છે

જો તું મને કહી શક્યો હોત........


મારો અવાજ તારી માટે જડીબુટ્ટી છે

જો તું મને કહી શક્યો હોત.........


મને જોઈ તારી જિંદગી ચાલે છે

જો તું મને કહી શક્યો હોત......


મારાથી રિસાઈ જા નહિ 

મને માનવતા ક્યાં આવડે છે ?

જો તું મને કહી શક્યો હોત.......


તારી જોડે અમુક પક્ષપાત ભરેલ વર્તન કરુ 

એ મારી મજબૂરી છે,

જો તું મને કહી શક્યો હોત......


મારી વગર તું જીવી શકતો નથી

મારાથી જ તારી જિંદગી ચાલે છે

જો તુંં મને કહી શક્યો હોત.......


મને કંઈ પણ તું કહે હુંં તને મૂકીશ નહિ

મારી પર તને અપાર વિશ્વાસ છે 

જો તું મને કહી શક્યો હોત.......


તું કોઈ વાત માટે લાચાર છે

જો તું મને કહી શક્યો હોત.....


તારી ઘણી મજબૂરી છે 

જેને કારણે તું મને અમુક બોલે કરે છે

જો તું મને કહી શક્યો હોત.......


તારી કહેલ વાત કરેલ વ્યવહાર 

હુંં સહન કરી જઈશ

તને મારી પર એ વિશ્વાસ છે

જો તું મને કહી શક્યો હોત........


મારા વગર તને ક્યાંય ગમતું નથી

સૂના તારા દિવસ રાત છે

જો તું મને કહી શક્યો હોત......


હુંં તને ખુબ જ પ્રેમ કરુ છું

તું મારી અર્ધાંગિની છે 

જો તું મને કહી શક્યો હોત.......


આજે હું અને તું જોડે હોત

જો તું મને કહી શક્યો હોત........


જિંદગી ખુબજ ટૂંકી છે

ક્યાંક અફસોસ ન રહી જાય તને

કે જો તું મને કહી શક્યો હોત.....

જો તું મને કહી શક્યો હોત.......


માટે ઝટથી કહી દે એક જ વાક્ય મને

તું મારી જિંદગી છે

માની જા ને રીસાયેલ ન રહે

મને મનાવતા નથી આવડતું 

તું તો જાણે છે.......

કહી દે જટ એ એક વાક્ય 

એ પહેલા કે અફસોસ રહી જાય તને

કે જો તુંં મને કહી શક્યો હોત.....

જો તુંં મને કહી શક્યો હોત.


Rate this content
Log in

Similar gujarati poem from Romance