STORYMIRROR

Hetshri Keyur

Romance

2  

Hetshri Keyur

Romance

મારી પાસે આવી જા ને

મારી પાસે આવી જા ને

1 min
98

એ પહેલા કે હું હાર માની લઉં 

મારો ને તારો સંબંધમાં આવેલ ખટાશ કાઢી નાખ ને,


એ પહેલા કે હું ખરાબ સપનું હતું એમ માની લઉં

તારો ને મારો પ્રેમ સોનેરી દિવસો હતા છે રહેશે 

મને વિશ્વાસ મારો પાછો દેવડાવી દે ને,


એ પહેલા કે જિંદગીની દોરી મારી કપાઈ જાય 

મારી પાસે આવી જા ને,


એ પહેલા કે તારી પર વિશ્વાસ મૂકવા માટે

મને મારી જાત પર નફરત થઈ જાય 

મારો વિશ્વાસ સાચો પાડી જા ને,


હું તને ચોક્કસ મનાવી લઈશ ભલે રિસાઈ હું છું 

તને મનાવતા નથી આવડતું ખ્યાલ છે મને

પણ માનવા માટે તો આવી જા ને,


સાચો પ્રેમ અનમોલ છે

જે બંને એક બીજાને કરે અને મેળવી પણ શકે

તો મારા ને તારા મનમાં ખટાશ દૂર કરીએ

ચાલ ટોમ જેરીનો સંબંધ છે મારો ને તારો 

તો પ્રેમથી બોલી જા ને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance