STORYMIRROR

Hetshri Keyur

Inspirational

3  

Hetshri Keyur

Inspirational

હા હું સ્ત્રી છું

હા હું સ્ત્રી છું

1 min
772

પુરુષને જન્મ આપી શકુ છું,

હા, હું સ્ત્રી છું,


શીલા સમાન સહન શક્તિ ધરાવું છું

હા, હું સ્ત્રી છું


દરેક યુગે 

મારુ ચારિત્ર્ય ખરાબ છે એમ કહેવાય છે 

હા, હું સ્ત્રી છું,


માં તરીખે અપાર મમતા વરસાવુ છું

હા, હું સ્ત્રી છું,


પત્ની તરીખે અખૂટ પ્રેમ આપુ છું

હા, હું સ્ત્રી છું,


વહુ તરીકે માન સન્માન જાળવી રાખું છુંં

હા, હું સ્ત્રી છું,


સહનશક્તિનો ખજાનો છું

હા, હું સ્ત્રી છું,


મારુ દુઃખ હું છૂપાવું છું

હા, હું સ્ત્રી છું,


મારા પતિ પાસે હક માટે લડુ છું

હા, હું સ્ત્રી છું,


માંદગીમાં પણ ઘરકામ

 આસાનીથી કરી જાણું છું

હા, હું સ્ત્રી છું,


ડગલે પગલે અપમાન સહન કરી જાઉ છું

હા, હું સ્ત્રી છું,


બે મીઠા વેણ પતિ પાસે ઇચ્છું છું

હા, હું સ્ત્રી છું,


બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઇચ્છું છું

હા, હું સ્ત્રી છું,


ગર્વ છે મને કે હું સ્ત્રી છું

હા, હું સ્ત્રી છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational