એક દિવસ આવશે
એક દિવસ આવશે
એક દિવસ એવો આવશે...
મારાથી દૂરનો તને અહેસાસ થશે....
ચાલી ગઈ હોઈશ હું બહુ દૂર..
જ્યારે મારા પ્રેમનો તને ખ્યાલ આવશે....
એકલામાં વાગોળીશ તું મને...
પલપલ યાદ કરીશ તું મને....
તરસશે ત્યારે પણ આંખો...
વર્તાશે તારી દિનચર્યામાં મારી એ વાતો...
થઈ ગયું હશે મોડું ને પસ્તાશે તારું દિલ...
ગુમાવી મેં તને તું મારી હતી 'હિર'...
આવી અસમજંસનો અહેસાસ તને પણ થશે...
તારાથી દૂર જ્યારે હવે મને મારો ભગવાન કરશે.

