જબરો ફસાયો ભાઈ તું
જબરો ફસાયો ભાઈ તું
તારી નજરમાં હું નીચો ને બીજાની નજરમાં તું,
આ ઊંચ-નીચના ભેદભાવમાં જબરો ફસાયો ભાઈ તું.
કાચિંડાના રંગે રંગાઈ ગયો તું,
દેખાવની આ દુનિયામાં દેખાઈ ગયો તું.
રમતો રમી જીતી ગયો તું,
પ્રેક્ષકોની નજરમાંથી ઉતરી ગયો તું.
છળ કપટ કરી મેળવી ગયો શું તું,
બરબાદી થઈ કે પ્રગતિ ના સમજી શક્યો તું.
રૂપિયા અને સત્તા મેળવી પણ આદર ગુમાવી બેસ્યો તું,
જતા જતા તારા પરિવારના સંસ્કાર અને સભ્યતા ડૂબાડી ગયો તું.
તારી નજરમાં હું નીચો ને બીજાની નજરમાં તું,
આ ઊંચ-નીચના ભેદભાવમાં જબરો ફસાયો ભાઈ તું.