તો ગમે...
તો ગમે...
મજા આપણી એકબીજામાં ઢળે તો ગમે, રદીફ અને કાફિયા બંને ભળે તો ગમે. વિચાર પણ હવે વાંચી વાંચી વૃદ્ધ થયા , એકાદવાર જો હવે બુદ્ધ મળે તો ગમે. નાહકની ફિકરમાં બેચેન થઈશ ના તું, આ ચિત્તનુંય વ્યર્થ ભ્રમણ ટળે તો ગમે. રોકવા મુશ્કેલ વહેણ વહેમ અને ભ્રમણ, મનથી મોઢા સુધી મિઠાશ લળે તો ગમે. હવે તો અહીં બહું થયું આવન જાવન , જીવન ખુદ જીવન માટે ફળે તો ગમે. - રોનક ચંદ્રકાન્તભાઈ જોષી. 'રાહગીર'
