છૂપાવી બેઠો છે
છૂપાવી બેઠો છે
એટલું બધું છૂપાવી બેઠો છે,
ઝાકમઝોળ પણ અંધારી લાગે છે,
કોઈ બોલે મીઠા શબ્દો હવે તો,
બાણથી પણ ઘાતક વાગે છે,
આંખ ભીની નથી પણ રડતો દેખાય છે,
ચહેરા પરનો પસીનો અશ્રુ લાગે છે,
હવે વાત કરીશ કે વિવાદ કરીશ તું,
ઊંઘમાં પણ એ તો હવે જાગે છે,
શરીર તો છે જ એનું એની સાથે,
આ તો આત્મા હવે દૂર ભાગે છે.
