કુમકુમ પગલાં પાડી જા
કુમકુમ પગલાં પાડી જા
તારા આગમનની રાહમાં, ઉઘાડી આંખે સૂતો છું,
તું આવીને જગાડ જરા, નહીં તો આમજ જીવતો છું.
રૂઠી છે તું મારાથી, કે કિસ્મત મારી રૂઠી છે,
આવીને મળીજા એકવાર, મેં ક્યાં જિંદગી લૂંટી છે.
રાહ જોવામાં ચાહ છે તારી, આવીને મહેસૂસ કરી લે,
અશ્રુ ભરેલી આ આંખમાં, તું પ્રેમની ડૂબકી લગાવી લે.
વાત નહીં કરે તો ચાલશે, હસતો ચહેરો તો બતાવી જા,
આગમનની તૈયારી કરી બેઠેલા દિલને, દિલાસો તો આપી જા.
ભણકારા વાગે છે તારા આવવાના, તું રણકાર કરી જા,
રાહ જોવડાવી છે બહુજ તે, હવે તો કુમકુમ પગલાં પાડી જા.

