STORYMIRROR

રોનક જોષી 'રાહગીર'

Comedy Inspirational

4  

રોનક જોષી 'રાહગીર'

Comedy Inspirational

ચૂંટણી

ચૂંટણી

1 min
329

ચૂંટણીમાં થઈ જશે કેટલાયની ચટણી,

સાચવીને ચાલજો પ્રજા નહીં રહે હખણી.


સામ, દામ, દંડ, ભેદ નહીં ચાલે હવે,

ભલે ઘેર ઘેર ફેરવો તમે બરણી.


સાંભળવું તો પડશે જ હવે મૂંગા મોંયે,

જનતા યાદ કરાવશે જીવનની કરણી.


હૈયે, હોઠે અને હાથે અલગ હશે વાત,

પણ કુદરત તો કરાવશે અહીં ભરણી.


પ્રજા છે ભાઈ પાલતુ પ્રાણી નહીં,

એજ ચલાવશે નવી નોટની ચલણી.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy