મારું દાન કરી આવ્યો
મારું દાન કરી આવ્યો
વૃદ્ધાશ્રમ બાંધવામાં એમ હું મારૂ દાન કરી આવ્યો,
માં-બાપને ત્યાં છોડી કાર્ય હું મહાન કરી આવ્યો.
માન્યું કે હવે એ આંખોમાં પહેલા જેવુ તેજ નથી,
પણ એ લાગણી ના ઓળખીએ, આપણે અંગ્રેજ નથી.
જે આપણા માટે કોઈને હાથ શું, માથું જોડી શકે ?
તેને ભલા કોઈ કયા બહાને પણ તરછોડી શકે ?
ઘરમાં શાંતિ રાખવા, મંદિરે તોફાન કરી આવ્યો,
વૃદ્ધાશ્રમ બાંધવામાં એમ હું મારૂ દાન કરી આવ્યો.
એમણે કોણ કહે હું અહિં દુ:ખોમાં અથડાતો હોઇશ,
છતાંયે ત્યાં તેમના દ્વારા સતત હું જ શોધાતો હોઇશ.
તેમણે પાછા લાવવાનો ઉપાય મને ખબર નથી,
પણ શું આ દુવિધા લગ્નની આડ-આસર નથી ?
હેત વરસાવતા જંગલોને હું સુકું મેદાન કર આવ્યો,
વૃદ્ધાશ્રમ બાંધવામાં એમ હું મારૂ દાન કરી આવ્યો.
