વૃક્ષની વેદના પ્રાણીની સંવેદના
વૃક્ષની વેદના પ્રાણીની સંવેદના
અચાનક એક વૃક્ષને વાચા ફૂટી,
મુખેથી વેદનાની જાણે ધારા છૂટી.
અગણિત ઉપકાર કર્યા માનવી પર,
તોય માનવની આજે માનવતા ખૂટી.
તોબા તોબા આ માનવજાત તારાથી,
હવે આ માનવી પર કુદરત પણ રૂઠી.
સ્વાર્થી બનીને ધડાધડ કાપતાં રહ્યાં મને,
આહાર શૃંખલાની તમામ કડીઓ તૂટી.
ત્રસ્ત છે લોકો કાળજાળ ગરમીથી,
વૃક્ષારોપણની વાહવાહી મેળવે જૂઠી.
તોબા તોબા માનવી તારાથી તો,
તેં તારાં જ હાથે તારી દુનિયા લૂંટી.
જંગલી પ્રાણીઓ માટે આફત વ્હોરી,
વન્યજીવોની તે સઘળી છીનવી ખુશી.
