STORYMIRROR

Katariya Priyanka

Tragedy

4  

Katariya Priyanka

Tragedy

પ્રભુ તારી ગણતરી

પ્રભુ તારી ગણતરી

1 min
346

ક્યાંક ઉછળતી નોટોની ભરમાર,

ને ક્યાંક પાય માટે તરસતાં પરીવાર.

પ્રભુ તારી ગણતરીમાં શીદ ને ભૂલ થઈ ?


ભરેલા પેટે ભોજન ઉકરડે ફેંકાય,

ને ક્યાંક બટકું રોટલા માટે કચરો ફેંદાય.

પ્રભુ તારે ખજાને દયાની કેમ ખોટ પડી ?


ક્યાંક અમીરોમાં જ્ઞાન કિંમતોમાં વેચાય ,

ને ક્યાંક ચતુર વિદ્યાર્થી ગરીબીમાં પિંખાય.

પ્રભુ તનેય ગરીબોની પીડા કેમ ન અનુભવાઈ ?


ક્યાંક શેઠ બની ઓળખાતો જીવનો છે નાનો,

ક્યાંક પરિવારની જવાબદારીમાં પીસાતો છાનો.

પ્રભુ તનેય ગરીબોની પીડા કેમ ન અનુભવાઈ ?


ક્યાંક ઊંચે બંગલે બિરાજતાં શેઠ- શેઠાણી,

ક્યાંક ફૂટપાથે બેસી, જીવતાં છે ભિખારી,

પ્રભુ તારાથી પક્ષપાત કેમ કરી થયો ?


કાળા બજાર કરી બનતા કરોડપતિ,

કાળી મેહનત કરી ઘૂમતાં છે રોડપતિ,

પ્રભુ તારી ગણતરીમાં કેમ કરી ભૂલ પડી ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy