Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Tragedy Others

4  

Parag Pandya

Tragedy Others

ખરવાનો સમય

ખરવાનો સમય

1 min
266

જ્યારે માના ગીતો ગૂંજે કાનમાં ને લાગે એ બોલાવી છે રહી,

સમજવું લીલું નથી રહ્યું પાન, ખરવાનો સમય આવી ગયો !

જ્યારે સ્મૃતિપટલ પર ગાડી રિવર્સમાં જીવન જીવી જાય તો,

સમજવું લીલું નથી રહ્યું પાન, ખરવાનો સમય આવી ગયો !

જ્યારે આપણે ઉછેરેલા સંબંધો રહેશે પણ આપણે નહીં તો,

સમજવું લીલું નથી રહ્યું પાન, ખરવાનો સમય આવી ગયો !

વયસ્ક વડલો વૃદ્ધ વડિલ હોવાં છતાં ન હોવાનો કરે આભાસ,

સમજવું લીલું નથી રહ્યું પાન, ખરવાનો સમય આવી ગયો !

અભરખો જાગે જોવાનો કેવી હશે દુનિયા મારા ગયા પછી તો,

સમજવું લીલું નથી રહ્યું પાન, ખરવાનો સમય આવી ગયો !

સમીસાંજે જામ ટકરાવું હાથ કાંધ દેશે મને વિચાર એવો તો,

સમજવું લીલું નથી રહ્યું પાન, ખરવાનો સમય આવી ગયો !

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy