STORYMIRROR

ધારા આહીર "પ્રવાહ"

Tragedy Inspirational

4  

ધારા આહીર "પ્રવાહ"

Tragedy Inspirational

સમય નથી

સમય નથી

1 min
419

રૂપિયાની કમી હતી મારી પાસે જ્યારે,

સમય મારી પાસે અઢળક હતો,

હવે જ્યારે રૂપિયાની કમી નથી તો 

સમયની મારી પાસે સર્જાણી કમી.


પહેલાં કપડામાં મારતો થીગડાં પર થીગડાં,

હવે જ્યારે કપડાં છે તો એવી ખુશી નથી,

હતું જે કંઇક અનેરું હાસ્યએ ઝૂંપડીમાં,

હવે જ્યારે છે મોટરગાડીને રૂડા બંગલા પણ,

એ સુખ માણી શકું એટલો પણ સમય નથી.


એક ટંકની કમાણીનો એ રૂખો સુકો રોટલો,

લાગતો મીઠો,જ્યારે જમતાં સૌ હળીમળી,

હવે જ્યારે છે કાચના ડાયનીંગ ટેબલ ઘરે

પણ સાથે જમનારા સૌ પાસે સમય નથી.


હતી રૂપિયાની કમી જ્યારે માંગવા છતાં પણ,

જાકારો જોઈ બધાંનો હદય પળ પળ રોંયુ છે,

એ ગરીબીમાં પણ હાસ્યની ચહેરા પર કમી નોતી,

હવે બધું જ તો છે જિંદગીમાં પણ એક હાસ્યની,

ઝલક આપી શકું એટલો પણ હવે સમય નથી.


હોઈ ટાઢ,તડકો કે પછી મુશળધાર એવો વરસાદ,

તોય પાપી પેટ ભરવા કમર કસી મથતો રહ્યો છું,

હવે છે જ્યારે માથે છતને, રૂપિયારૂપી છાંયડો,

પણ હવે શાંતિથી બેસી શકું એટલો સમય નથી.


કડકડતી ઠંડીમાં તૂટેલી ફાટેલી ચાદરમાં સૂતા ચાર,

ઉનાળાના બળબળતા તાપમાં પગને લાગતો માર,

હવે જ્યારે છે મખમલની રજાઈના ઢગલા ઘેર

પણ સૂકુનની નીંદર કરી શકું એટલો સમય નથી.


દિવસના રખડી રજળી કામેથી આવતો સાંજે ઘેર 

સૌ મળી સાથે કરતા હસી મજાકને મીઠી વાતો,

હવે આવું છું ઘરે, હોઈ છે સૌ પોતાનાંમાં મશગુલ,

'જમ્યું ?' એવું પણ પૂછી શકે હવે એવો સમય નથી.


હતી જિંદગીની મજા જ કંઇક અલગ "પ્રવાહ"

તોય ચાલ્યો તો સુખ - સાહિબીને પૈસાદાર બનવાં

હવે હું ખુદને પણ શોધીને પૂછી શકું કે, કેમ છે ?

એવી માણસાઈ દેખાડવાનો પણ સમય નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy