શું લખું
શું લખું
મહેંદીમાં તારું નામ લખું કે આતમની ઓળખાણ લખું,
તારા હોવાનો અહેસાસ લખું કે તારો વિશ્વાસ લખું,
મહેંદીમાં તારું નામ લખું કે તારી લાગણીને લખું,
તારા વગરની અધૂરી આશ લખું કે તારો પ્રેમ લખું,
મહેંદીમાં તારું નામ લખું કે તે આપેલી ખુશી લખું,
તારા કિધેલા અલ્ફાઝ લખું કે શબ્દોરૂપી કાલ લખું,
મહેંદીમાં તારું નામ લખું કે સપનાંની એ સોગાત લખું,
તારા મનની વાત લખું કે હસ્ત મેળાપની રાહ લખું,
મહેંદીમાં તારું નામ લખું કે કરેલા પ્રેમની વાત લખું,
તારા મિલનની ઘડી લખું કે તારા સાથેની રાત લખું,
મહેંદીમાં તારું નામ લખું કે વિતાવેલા એ પળ લખું,
તારા વખાણ લખું કે કરેલી કાળજીની એ ક્ષણ લખું,
મહેંદીમાં તારું નામ લખું કે શણગારેલાં શમણાં લખું,
તારા આવાની ઘડી લખું કે મિલનની એ તડપ લખું.