પ્રિયજન
પ્રિયજન
કહી તો દેવાય છે,
શું સાચે એવું થાય છે?
સાથે વિતાવેલી ક્ષણો,
ખરેખર ભૂલી શકાય છે?
રિસાઈ તો જવાય પણ,
દૂર ક્યાં થઈ શકાય છે?
દિલથી કર્યો જેને પ્રેમ,
એનાથી નફરત થાય છે?
હજારોની ભીડમાં માત્ર,
પ્રિયજન જ કેમ દેખાય છે?
કહી તો દેવાય છે,
શું સાચે એવું થાય છે?
સાથે વિતાવેલી ક્ષણો,
ખરેખર ભૂલી શકાય છે?
રિસાઈ તો જવાય પણ,
દૂર ક્યાં થઈ શકાય છે?
દિલથી કર્યો જેને પ્રેમ,
એનાથી નફરત થાય છે?
હજારોની ભીડમાં માત્ર,
પ્રિયજન જ કેમ દેખાય છે?