ગુલાબનો પ્રેમ
ગુલાબનો પ્રેમ
ગુલાબ જેવાં નાજુક તારાં શબ્દો,
મારાં દિલ પર રાજ કરી ગયાં,
ઝાકળમાં ભીંજાયેલા ગુલાબની માફક,
તારો પ્રેમ મને ભીંજાવી ગયો,
ગુલાબનાં લાલ રંગ જેવો રંગીન તારો પ્રેમ,
મને એ પ્રેમમાં ડૂબવા મજબૂર કરી ગયો,
ભગવાનને ચડતાં ગુલાબની માફક,
તારો પ્રેમ રંગ મને ચડી ગયો.