વસંત ઋતુ
વસંત ઋતુ
1 min
1.2K
ખર્યું 'તુ એક પાન પાનખરમાં,
ફૂટી નવી કૂંપળો વસંતમાં,
કુદરતની તો લીલાં ન્યારી,
ખીલ્યાં હજારો પુષ્પો,
એક માટીની ક્યારી,
સૂકાયેલા વૃક્ષોમાં,
છવાઈ હરીયાળી,
પુષ્પોનો બનાવી હીંચકો
બાંધ્યો એ વૃક્ષની ડાળી
જ્યાં બેસી ઝૂલે છે,
કાળિયો કાન ને રાધા રૂપાળી.