Sujal Patel

Tragedy

3  

Sujal Patel

Tragedy

ઓઝલ ચહેરો

ઓઝલ ચહેરો

1 min
12.3K


જીવન હવે વેરાન વનવગડો ભાસે,

ચહેરા પરનું એ સ્મિત થયું ગાયબ,

આંખો આંસુઓથી છલકાઈ ગઈ,

સપનાનું મારું એક ઘર તૂટ્યું ગયું,

નજરોથી ઓઝલ થયો એક ચહેરો !


દિલની લાગણીઓ રહી ગઈ કોરી,

અશ્રુબિંદુએ ભીનો કર્યો મારો પાલવ,

આંખોએ તેની પાંપણો ઝૂકાવી દીધી,

ચારે તરફ છવાયું એવું ઘોર અંધારું,

નજરોથી ઓઝલ થયો એક ચહેરો !


મુસીબતોનાં એવાં વાદળો ઘેરાયાં,

જીવનમાં દુઃખોનો કાળો કેર વરસ્યો,

કિસ્મતે ખેલ્યો એવો અનોખો ખેલ,

મિલનતણી ઝંખના રહી ગઈ અધૂરી,

નજરોથી ઓઝલ થયો એક ચહેરો !


જિંદગી બની કડવાં ઝેર સમાન,

કુદરત આગળ બની હું લાચાર,

કદી નાં ભૂલાય એવી ઘટી ઘટનાં,

રહી ગયું જેનું માત્ર એક સંભારણું,

નજરોથી ઓઝલ થયો એક ચહેરો !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy