STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

શું ખરેખર નારી સ્વતંત્ર છે ?

શું ખરેખર નારી સ્વતંત્ર છે ?

1 min
308

દેશ તો આઝાદ થઈ ગયો, પણ શું હું સ્વતંત્ર છું ?

કહેવા ખાતર તો હું દુર્ગા સીતા ઝાંસીની રાણી છું,

પણ મને ક્યાં કોઈ એવી આઝાદી છે ?


પિયરમાં માપ પ્રમાણે બોલવાનું, માપ પ્રમાણે હસવાનું,

મારા નિર્ણયો લેવાનો શું મને અધિકાર છે ?


સભાઓમાં મોટી મોટી વાતો થાય,

લો સ્ત્રીને ઉડવા આપી દીધું આકાશ,

પણ પાંખ મારી કાપી નાખી,

તમે જ કહો ઉડું હું કઈ રીતે ?


મારું અસ્તિત્વ ખોવાયું, મારું સપનું રોળાયું.

બીજાના સુખ માટે મારું સઘળું હોમાયું,

તોય મારા પ્રત્યે વર્તન ઓરમાયું.


ફેમિલી માટે મારું સઘળુંય ગુમાવ્યું,

તિરસ્કાર અને અપમાન સિવાય શું મળ્યું ?

સ્ત્રી સ્વતંત્રતાની વાતો છે જીભે ફક્ત,

ઘર અને ઓફિસમાં દબાઈને રહેવાનું.


ઘર અને ઓફિસ વચ્ચે મુંઝાઈને રહેવાનું.

કપાયેલી પાંખોની વેદના કોઈને જઈને કહેવાનું ?

નારીપૂજનની કેવળ ગાથા ગવાઈ છે,

હકીકતમાં ક્યાં નારી પૂજાય છે ?


એની તો છડે ચોક આબરૂ લુટાઈ છે,

લુટનારા ને ક્યાં કોઈ સજા થાય છે ?

એને તો ફકત બે દિવસ જેલમાં રાખી રજા થાય છે.


શું ખરેખર નારી સ્વતંત્ર છે ?

શું એની મરજી પ્રમાણે નિર્ણય લઈ શકે છે ?

શું એની મરજી પ્રમાણે ગમે ત્યાં જઈ શકે છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy