તો કાંઈ વાત બને
તો કાંઈ વાત બને


પ્રેમની આ પરિભાષા,
કેમ કરી સમજાવું તને હું,
સમજે જો તું મારાં અહેસાસ,
તો કાંઈ વાત બને.
દિલમાં છુપાવેલ પ્રેમ,
કેમ કરી દેખાડું તને હું,
સમજે જો તું મારી લાગણી,
તો કાંઈ વાત બને.
પ્રેમ જાહેર કરવાના શબ્દો,
કેમ કરી શોધી લાવું હું,
સમજે જો તું મારું મૌન,
તો કાંઈ વાત બને.