ખુશીઓ ભરી દિવાળી
ખુશીઓ ભરી દિવાળી
આવી દુનિયામાં સૌની પ્યારી દિવાળી,
લાવી દીપકનો અનેરો ઉજાસ દિવાળી !
ધનતેરસે થાય લક્ષ્મી ને કુબેરનું પૂજન,
લક્ષ્મીજીની કૃપા વરસાવે સૌ પર દિવાળી !
દિવાળીએ રામજીની પૂજા થાય ઘરઘરમાં,
મર્યાદાપુરુષોત્તમ બનાવે સૌ નરને દિવાળી !
કાળી ચૌદશે બને ઘરેઘરમાં કાળીમાઁના નૈવેદ્ય,
કાળીમાઁના આશીર્વાદ આપે સૌને દિવાળી !
નવાં વર્ષે પરિવારનાં સભ્યો ભેટે એકબીજાને,
દુશ્મનોને પણ મિત્ર બનાવી દે આ દિવાળી !
ભાઈ બીજે જમે ભાઈ લાડકી બહેનની ઘરે,
ભાઈ બહેનમાં પ્રેમમાં વધારો કરે દિવાળી !
એક પછી એક દિવસ લાવે પ્રેમની રંગત,
દુનિયા માટે છે ખુશીઓ ભરી આ દિવાળી !
