આંખ
આંખ
સૂર્ય ઊગે ને ઊગી જાય, જાણે સૂર્યમુખીની પાંખ
પળમાં ટપ ટપે, પળમાં રણ મેદાન,
ક્રોધે આગ ધગ ધગે, પળમાં થઈ જાય જામ
છણાટ દેખાય ચતુરાઈની, પળમાં દેખાય રામ,
ખુશીથી ખુલી જાય, ડરીને થાય ડપ
બતાવે ભાવનાઓનું રંગ, આખરે થાય છે રાખ,
કહે 'શીવ',માનવીનું દર્પણ છે આંખ.
