મન અધીર થઈ ગયું
મન અધીર થઈ ગયું
નજરથી મળી નજર, આ દિલ ઘાયલ થઈ ગયું,
જોઈ તને છે જયારથી, આ દિલ તારુ થઈ ગયું,
જિંદગીનાં કોઈ મોડ પર તારી મુલાકાત થઈ કશે
પામવા તને આજીવન, મન અધીર થઈ ગયું,
સમય જો વિતી જશે, તો જિંદગી અધૂરી રહી જશે
પળ વિતાવવા તારી સાથે, આ મન અધીર થઈ ગયું,
દિલને હું ના રોકી શક્યો, હાથથી સરકી ગયું
પારેવું બની પ્રીત કરવા આ મન અધીર થઈ ગયું,
જિંદગીની રાહ પર જે થવાનું હતું તે થઈ ગયું
સાથ તમારો પામવા આ મન અધીર થઈ ગયું,
'મૃદુલ મન'માં તસ્વીર તારી ઉતરી ગઈ
આજીવન સાથે વિતાવવા મન અધીર થઈ ગયું !
