STORYMIRROR

Neha Desai

Inspirational

3  

Neha Desai

Inspirational

તું જોને

તું જોને

1 min
184

પાત્ર ભલે અડધું છે ખાલી,

પણ પ્યાસ અડધાંથી બુઝાય છે એ જોને !

અડધાં ખાલીની ચિંતા છોડ અડધુ ભરેલું પાત્ર

તું જોને !


સો વાત ભલે છે ખરાબ,

પણ બે સારી વાતથી મન છે ઉભરાય એ જોને !

નકારાત્મક અભિગમ છોડ સકારાત્મક બે વાત 

તું જોને !


સમય ભલે છે ક્રૂર આજે,

પણ કાળચક્ર હંમેશા ફરે છે એ જોને !

કાલની ચિંતા છોડ ને આજમાં ચેનથી જીવી 

તું જોને !


દરેક માણસમાં કંઈક હોય છે ખરાબ

પણ ગુણ એનામાં હશે બીજાં એ જોને !

દરેક સિક્કાની છે બીજી બાજુ સારી બાજુ 

તું જોને !


ભલે મળે લાખો નિરાશાઓ 

પણ હિંમત રહે છે અકબંધ એ જોને !

એક આશા છૂપાયેલી ક્યાંક જોવા મળે છે 

તું જોને !


હોય ભલે ઘનઘોર વાદળ કાળાં

પણ કિરણ એક હોય છે ચિરતું એ જોને !

દરેક વાદળની હોય છે રૂપેરી કોર 

તું જોને !


નફરતનાં બીજ ભલે ને ઊગતાં

પણ 'ચાહત'નાં મૂળ જશે ઊંડા એ જોને !

માનવતા મહેક પ્રસારતી ફરી જોવા મળશે 

તું જોને !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational