સંતાકૂકડી ની રમત
સંતાકૂકડી ની રમત


બંધ કર હવે આ સંતાકૂકડીની રમત,
એકવાર આવી જા ને મારી પાસે,
તને બાહોમાં ભરીને,
તારાં દિલની ધડકન સાંભળવી છે મારે,
તારાં હાથમાં હાથ પરોવીને,
દરિયા કિનારે ફરવું છે મારે,
તારી આંખોમાં આંખો પરોવીને,
હું કેટલો પ્રેમ કરું છું એ કહેવું છે મારે તને.