પ્રેમ અને જીત
પ્રેમ અને જીત


ઉંડા પાણીથી ડરું છું,
કિનારે બેસી છબછબિયાં કરું છું,
ઢળતા સુર્યને જોઈને,
મનમાં મુંઝાઈ જાવ છું,
દુનિયાના સવાલો સામે,
ખુદને જ હારી જાઉં છું,
તારી નજીક આવતાં,
બધુંજ ભૂલી જાઉં છું,
તુંજ છે, મારી દુનિયા,
એ જ વિચારે બધુંજ જીતી જાઉં છું.