પ્રેમનો દરિયો
પ્રેમનો દરિયો


તું ફૂલ બગીચા તણું,
ને હું તારી સુગંધ,
બંનેને અલગ કરી શકે,
એટલી નથી કોઈની વિસાત.
તું દરિયો પ્રેમ તણો,
ને હું તારો કિનારો,
જેમાં ડૂબીને,
હું મારાં સુધીજ પહોંચું છું.
તું ચંદ્ર આભ તણો,
ને હું તારી ચાંદની,
દૂર કરી આ અંધારાને,
આવ પ્રેમનો પ્રકાશ ફેલાવીએ.