STORYMIRROR

Neha Desai

Inspirational

3  

Neha Desai

Inspirational

વિતી જશે આ સમય ને આ કાળ

વિતી જશે આ સમય ને આ કાળ

1 min
169

સરી જશે, આ સમય, બની રેત,

ભલે કઠિન હોય, આ સમયની ઘાત,

પણ વિતી જશે આ સમય ને આ કાળ !


ઊગશે ફરી, અરુણું પ્રભાત,

પસાર ભલે ના થાય, આ દિન રાત,

પણ વિતી જશે આ સમય ને આ કાળ !


ગૂંજશે ફરી શંખનો નાદ,

ભલે છે આજે યોગેશ્વરનો પ્રમાદ,

પણ વિતી જશે આ સમય ને આ કાળ !


ધબકશે ફરી, જનજીવન આમ,

ભલે સૂની છે શેરી ને સૂનાં છે ગામ,

પણ વિતી જશે આ સમય ને આ કાળ !


જિંદગી હસશે ને રમશે સાથે,

ભલે, મોતનો આજે, ક્રુર ડોળો છે માથે,

પણ વિતી જશે આ સમય ને આ કાળ !


'ચાહત'થી સૌ રહેશે, ભૂલી કોરોના કાળ,

ભલે, આજે છે બધે, ભય વિકરાળ !

પણ વિતી જશે આ સમય ને આ કાળ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational