STORYMIRROR

Hiral Pathak Mehta

Inspirational Others

3  

Hiral Pathak Mehta

Inspirational Others

ઝૂંપડી

ઝૂંપડી

1 min
236

જોઉ હું જ્યારે ઊંઘની મહેફિલ જામી હોય ઝૂંપડામાં....

અહીં બગાસું રમે સંતાકૂકડી મારા એ.સી. રુમમાં...


કેવી તે રમત ઊભી કરી છે ઉપરવાળા એ...

બનાવે ઈમારત ઊંચી ને તોય રહે ઝૂંપડી એ...


રોટલો ને શાક તોય એનો મીઠો લાગે....

થાળી એ પડેલા મારા પકવાન જાણે ફીકા લાગે....


પામી ને સઘળું હાથ લંબાવું છું મંદિરમાં...

નથી રહેતો ખુશ હું જે આપ્યું છે એમાં....


તાક્યાં જ કરું છું ઊંઘની એ મહેફિલ ને....

એ જ ઝૂ્ંપડી ને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational