STORYMIRROR

Purnendu Desai

Inspirational

3  

Purnendu Desai

Inspirational

કોરોના

કોરોના

1 min
213

ફરી શરૂ થયો વધુ એક સંઘર્ષ જિંદગી સાથે, ને ફરી ખોલ્યો મોરચો મેં આજે મારા જ મોતની સામે..

છે હજી ઈશ્વર મારી સાથે, એક તબીબ સ્વરૂપે, તું ભલે બીવડાવી લે...પણ મને નહીં તું, પામે.


સાથ છે જ્યાં સુધી, પરિવાર, મિત્રો ચાહકોનો, તું મહેનત રહેવા દે, હાર જ દેખાશે મહત્તમ, તને સામે,

જ્યાં ઈષ્ટનું શરણ છે મારા પર, ત્યાં તારા દુષ્ટ ચરણને કોણ થામે ?


ફરી ચૂક્યો, હરી ચૂક્યો છે તું એકેએક નગર નગર ને ગામે ગામે,

મચાવી લીધો તે કેર બહુ હવે, થઈ ગયું પૂરું, તારું તાંડવઃ તારી નજરની જ સામે,

લઈ જઈશ ચોક્કસ તું, જીવનમાંથી થોડી ક્ષણો કે થોડું ધન..એની પરવા પણ નથી મને સામે,

'નિપુર્ણ' છું હું,ધૂળમાંથી અહીં પહોંચ્યો છું, ઊભો છું અડીખમ હજી હું ,હવે અહીંથી તું બીજું કઈ નહીં પામે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational