STORYMIRROR

JITENDRA M TANK

Inspirational

3  

JITENDRA M TANK

Inspirational

ગુણવંતુ ગુજરાત

ગુણવંતુ ગુજરાત

1 min
406

ગાઈએ મહિમા અપરંપાર

વિકસે છે દિવસ અને રાત 

અમારું ગાંધીનું ગુજરાત 

અમારું સરદારનું ગુજરાત,


વાયવ્યમાં શક્તિ છે વિરાટ

નૈઋત્યે બિરાજે છે સોમનાથ

પડી પટોળે અદ્ભૂત ભાત 

વખાણે છે સમસ્ત સંસાર,


ગુજરાતમાં અડગ ઈન્દુલાલ

વિરોધમાં હતા જવાહરલાલ

મોરારજી માની ગયા રાતોરાત

હવે રોજ ખીલે છે ગુજરાત,


મૂકસેવકે કરી હતી શરૂઆત 

જેમનું વિશ્વમાં ગૂંજે છે નામ

વિદેશમાં પ્રતિભા છે વિરાટ

ઊંચુ છે રાજ્ય તુજ નામ,


અમારું ઉત્તમ ગુજરાત 

અમારું અનુપમ ગુજરાત 

અમારું આગવું ગુજરાત 

અમારુ ઉદ્યમી ગુજરાત,


અમારું નામદાર ગુજરાત 

અમારું નામાંકિત ગુજરાત 

કવિ જિમ કહે મહા ગુજરાત

અમારું સદાય ગુણવંતુ ગુજરાત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational