પિતાજીની ટેવ
પિતાજીની ટેવ


પિતાજીની ટેવ હતી સારી,
કથાને વાર્તા કહેતા નિરાળી,
અભણ છતાં સમજણ સારી,
કડક સ્વભાવ અદા અલગારી,
હાથમાં છત્રીને પાઘડી પ્યારી,
ગામમાં છાપ પાડી હતી સારી,
પંચમાં વાત ગણાતી ન્યારી,
પગમાં મોજડી ને મૂછ પ્યારી,
સફેદ પરિધાન ખિસ્સે ડાયરી,
પેન ઘડિયાળ લાગતી પ્યારી.