STORYMIRROR

Jignasha Patel

Inspirational

3  

Jignasha Patel

Inspirational

સમય

સમય

1 min
182

એ દિવસો એ દોસ્તોની મહેફિલ,

એ સાથે હતા ત્યારની વાતો 

મસ્તી મજા અને કોઈવાર,

નારાજગીની એ અવનવી રીતો , 


એ આખો દિવસ એકબીજાને મળવું,

ને રાત સુધી ગપ્પાં મારવા 

એકબીજાના દુઃખમાં આગળ પડતા,

ભાગ આપતા એ યાદો, 


કોઇ કહે આ લોકોને કામ નથી ?

કોઇ કહે સમયની બરબાદી, 

મમ્મી પપ્પાના ઠપકા તોએ આપણે ક્યાં સરખા,

લાગતુ હતું બધાને આ સમય વેડફી રહયા છીએ..પણ ! 


આજે ખબર પડી ખરો સમય તો એ જ હતો સાહેબ

ને અમૂલ્ય હતું એનુ 'મૂલ્ય' જયારે છીએ બધા દૂર 

વેડફી તો અત્યારે જીંદગી રહયા છીએ ત્યારની 

મજાની યાદોના સહારે અત્યારે જીવી રહયા છીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational