STORYMIRROR

urvashi trivedi

Inspirational

3  

urvashi trivedi

Inspirational

હોય

હોય

1 min
227

આકાશ ભલે ગમે તેટલું મોટું હોય,

આંખોથી દેખાય તેટલું જ આપણું હોય.


'ઘા' અને 'વાહ' વચ્ચેથી નીકળી જાય,

તે જિંદગીના રંગમંચનો શ્રેષ્ઠ કલાકાર હોય.


જે હથેળીથી દીવાને હવાથી બચાવીએ,

તેજ હથેળીમાં દીવાની દાઝ પડતી હોય.


સપના ભલે સૂકા હોય પણ,

પાણી તો રોજ તાજું જ છાંટવાનું હોય.


ચોર ત્યારે આવે જ્યારે માળા સોનાની હોય,

માખણચોર ત્યારે આવે જ્યારે માળા તુલસીની હોય.


કણ કણમાં કૃષ્ણ મળે જો દિવાની રાધા હોય,

રણ રણમાં કૃષ્ણ મળે જો યોદ્ધા અર્જુન હોય.


મનુષ્ય હોય કે લોખંડ હોય,

તેને કાટ તેની જ હવાથી લાગતો હોય.


ગાડું ક્યારેક સીધું કે ક્યારેક આડું ચાલે,

જેના નસીબમાં પાકા રસ્તા જ ન હોય.


બીજાનું પાણી ત્યારે જ માપવું,

જ્યારે પોતાને તરતા આવડતું હોય.


સમય તમને સમય આપી શકે,

એટલો સમય પાસે સમય ન હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational