કદી જાણશે નહી
કદી જાણશે નહી


દુનિયા જીવતા જીવને કદી જાણશે નહી,
દિવાલે જડાયા પછી કદી યાદ કરશે નહી.
ચિંતાઓનો બોજ માથે ઉપાડી ફરતો નહી,
નસીબમાં જે લખ્યું છે તે મિથ્યા થશે નહી.
સમાજના રિતી-રિવાજો કેવા ગજબના છે!
કામ હોય તો કે'જો કહીને કામ આવશે નહી.
જો આત્મામાં સત્યની ધૂણી ધખાવેલી હશે.,
તેવા માનવનો આત્મવિશ્વાસ ડગમગશે નહી.
ઈશ્વરના ભજન કિર્તનથી આત્મા ઝંકૃત થશે,
ભક્તિ વિના જીવ્યું સાર્થક થયું ગણાશે નહી.