શીખવી રહી
શીખવી રહી


આંસુઓને આનંદમાં પલટવાની રીત શીખવી રહી,
ગમની બીના ખુશીમાં બદલવાની રીત શીખવી રહી,
સુખ ઓછાંને દુઃખ વધારે હોય છે આ જગત માંહી,
સુખદુઃખ સમતા થકી સહેવાની રીત શીખવી રહી,
સુખમાં ખુશીનો ઊભરો આવી જાય છે જરુરથી,
દુઃખમાં આવતાં અશ્રુ છૂપાવવાની રીત શીખવી રહી,
બંને માનવીને જબરદસ્ત શિખામણ આપી જતાં,
ધીરજથી ઊભયને પચાવવાની રીત શીખવી રહી,
ના ભૂલાય હરિસ્મરણ ચાહે હો સુખ કે વળી દુઃખ,
હરિસંગાથે છે માનીને જીવવાની રીત શીખવી રહી.