STORYMIRROR

Parulben Trivedi

Inspirational

4  

Parulben Trivedi

Inspirational

સંઘ

સંઘ

1 min
239

સંઘ મળે તો અંતરમાં અજવાસ પરોવી જાણું,

સંઘ મળે તો ફેરા આવાગમનનાં મિટાવી જાણું.


આ દુનિયા દોડે છે માયાનાં રંગમાં,

સંઘ મળે તો માયાથી પર ખુદને વટાવી જાણું.


લોભ-લાલચ, સ્વાર્થમાં આયખું વહી જાય અહીં,

સંઘ મળે તો નિઃસ્વાર્થતામાં જાતને વલોવી જાણું.


આભાસી ઝરણા સમ ફોગટ સંબંધો અહીં,

સંઘ મળે તો સૌમાં સોહમને સજાવી જાણું.


અગમ નિગમની વાતો સાંભળી છે ઘણી બધી અહીં,

સંઘ મળે તો નિજમાં નિજાત્માને પરખવી જાણું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational