Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

rekha shukla

Inspirational

4.5  

rekha shukla

Inspirational

કવિ દાદની બે કવિતા

કવિ દાદની બે કવિતા

1 min
244


પગલાંની માળા વીણી વીણીને ભેગાં કર્યાં, સપનાં બધાં સુવાળાં; નજર ગૂંથે પગલાંની માળા.

બે ચાંચડિયે એક જ તરણુંં, લઈ ઊડતાં લટકાળાં; મનડાં અમે એમ ગૂંથ્યાં'તાં જેમ સુધરીના માળા-નજર ગૂંથે પગલાંની માળા.

ઈ વાટડીએ વન ઊગ્યાં, જ્યાં હાલ્યાં'તાં પગપાળાં; વિંખાઈ ગયા છે આજ વિસામા, ગોંદરા નદિયું ગાળા-નજર ગૂંથે પગલાંની માળા.

બાંધ્યાં અંગ દિશા ના સૂઝે, ક્યાં કરવાં ઊતારા; આસરો દઈ ઊડાડી મૂક્યાં, વલખે પાંખુવાળા- નજર ગૂંથે પગલાંની માળા.

આવન જાવન રહી ન કોઈ, ઊંધી ગયાં અજવાળાં; બંધ કરી ઘર બેસી ગયાં છે, સૂન ઘરને તાળાં-નજર ગૂંથે પગલાંની માળા.

મરી ગયાં 'દ્વાદલં મધલાળે, ઊગરવા નહીં આરા; તાણે તાણે તૂણાઈ ગયાં, જેમ કરોળિયે જાળાં, નજર ગૂંથે પગલાંની માળા.

***


અમે તો પ્રીતનાં ઘેલાં, અમારા મીન સરોવરનાં નાતા;

મીન સરોવરનાં નાતા, અમથી મૂક્યા નથી મૂકાતા- 

અમે તો ....


સરોવર સૂકાતાં હંસ ઊડીને, થીર બીજે થઈ જાતા;

વિણ પાંખુંના વિહંગડાં અમે, જળ સાથે ઝડપાતાં- 

અમે તો... 


ધણને ઘાએ અગનની ફૂંકે, ગાળ્યા એમ ગળાતાં; 

ખાખ થયા વિણુ આઘા ન ખસતાં, લોઢા લાકડે જડાતાં-

અમે તો ....


માનવ માટીના જુગજુગ જૂના, સંબંધ નિભાવ્યે જાતાં;

માંડવે ચોરીના માટ મસાણે, આગ લઈ આગળ થાતાં-

અમે તો...


એવી લગન છે કલમ અણીથી, અગળાં થઈ સૂકાતાં;

લહિયા આ સાહ્યું લીલી ન જાણજે, ખૂંટી ધૂળ્ય ખાતાં-

અમે તો...


કાદવ સરખાં દાદ' કે' કલેવર ને નીર સાથે નાતા;

વેઠવા વસમા વિયોગ એના, હૈયાં ચીરાઈ જાતાં-

અમે તો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational