ફકીરી
ફકીરી


કોઈકવાર લાડુ પણ ખાવા મળે,
કોઇકવાર ઝાડુ પણ ખાવા મળે,
અમીરીની મજા મીઠી લાગે પણ,
ફકીરીની બિન્દાસ મજા ક્યાં !
મે તો અમરીમાં પણ ના જોઈ,
તેવી મજા જોઈ મે તો ફકીરીમાં,
જ્યાં ઈશ્વર સાથે પણ થયો ઘરોબો,
બધાંનાજ દિલમાં પ્રેમની ધજા ફરકાવી છે,
આ ફકીરની તમન્ના,
બસ બધાને ખુશ રાખવાની,
ચિતા સમાન ચિંતા મન મા જેને ન સ્પર્શે,
જે કોઈ મળે જયારે મળે તેને વધાવે પ્રેમથી,
જે કાંઈ ખોયું અને જ્યારે ખોયુ,
તેનુ ના વિચારે મનમાં,
હર હાલમાં રહેવું સુખી,
ખુદની સાથે બસ સાચું સુખ સમજણમાં.